હોવી જોઇએ
Posted by mehulraval on April 29, 2008
કોણે કહયુ કે લ્ક્ષ ઉપર હોવી જોઇએ
ડગ માંડ્વુ હો ત્યા જ નજર હોવી જોઇએ,
જે જોઇએ છે તમ્ને, મળૅ એ જ આખરે
શું જોઇએ છે એની ખબર હોવી જોઇએ,
પરપોટા જેવી હસ્તી, છતાં હઠ સહુની એ જ
હોવ જે ફુટવાની અસ્ર હોવી જોઇએ
ઘડપ્ણમાં ઇછા થાય છે, બાળક બનુ ફરી
વય,લાંબી ચક્રાકાર હોવી જોઇએ,
સામે છે મોત તોય સતત ચાલ્તી રહે
આ જીંદગીય ખુબ નીડ્ર હોવી જોઇએ,
હ્ંગામી છે નીવાસ છતાં ઘર ખપે વીશાળ
કહેશે કોઇ કે મોટી કબર હોવી જોઇએ?
ભરવા મથીયો ઘણી રીતે ખાલીપો, તો થયુ
આ જીંદગી તો પ્રેમસભર હોવી જોઇએ.